સુરતમાં આજીવન કેદની સજા પામેલો પેરોલ જમ્પ કરી ભાગી છુટેલા આરોપી ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો
હત્યાના ગુનામાં ઝડપાયા બાદ આજીવન કેદની સજા પામેલો અને આઠ વર્ષથી પેરોલ જમ્પ કરી ભાગી છુટેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામેદાને છે ત્યારે વર્ષ 2006માં સીટીલાઈટ રોડ પર નોકર તરીકે ડોક્ટર દંપતીને ત્યાં કામ કરતા આરોપી રાજેશ ઉર્ફે છોટુ ઉત્તમલાલ સહારીએ દંપતિને બંધક બનાવી એકની હત્યા કરી દાગીનાની લુંટ કરી હતી. આ ગુનામાં પોલીસે હત્યારા રાજેશ ઉર્ફે છોટુ સહાનીની ધરપકડ કરી હતી જેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. તો આઠ વર્ષ અગાઉ આરોપી રાજેશ ઉર્ફે છોટુ પેરોલ જમ્પ કરી ભાગી છુટ્યો હતો જે હાલ મહારાષ્ટ્રના લોનાવાલા ખંડાલા હોવાની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યાંથી આરોપીને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે.