સુરતમાં બેફામ બાઈક રાઈડર્સ સામે કાર્યવાહી
જાહેર રસ્તા પર સ્ટંટ અને જોખમી ડ્રાઈવિંગ
બાઈક ચલાવનારા રાઈડર્સ સામે પોલીસે કાર્યવાહી કરી
સુરતમાં બેફામ બાઈક રાઈડર્સ સામે પાંડેસરા પોલીસે કડક એક્શન શરૂ કર્યુ હોય તેમ જાહેર રસ્તા પર સ્ટંટ અને જોખમી ડ્રાઈવિંગ કરનારા બાઈક ચાલકો હવે પોલીસની નજરમાંથી બચી શકશે નહીં. પાંડેસરાના પિયુષ પોઈન્ટથી પત્રકાર સર્કલ સુધી બેફામ અને ગફલતભરી રીતે બાઈક ચલાવનારા રાઈડર્સ સામે પોલીસે કાર્યવાહી કરી છે.
સુરતના પાંડેસરામાં બાઈક રાઈડર્સની બેફામ હરકતો સામે પોલીસે કડક એક્શન શરૂ કર્યુ હોય તેમ પિયુષ પોઈન્ટથી પત્રકાર સર્કલ સુધી જાહેર માર્ગ પર કેટલાક બાઈક ચાલકો દ્વારા જોખમી રીતે બાઈક ચલાવવાની સાથે સ્ટંટ અને ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. આ પ્રકારની ગફલતભરી ડ્રાઈવિંગ માત્ર બાઈક ચાલક માટે જ નહીં, પરંતુ રસ્તા પર પસાર થતા અન્ય લોકો માટે પણ જોખમી બની શકે છે.
સમગ્ર મામલે પાંડેસરા પોલીસે બેફામ બાઈક રાઈડર્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના આ કડક એક્શનથી સ્પષ્ટ છે કે જાહેર માર્ગને રેસિંગ ટ્રેક સમજીને બાઈક દોડાવનારાઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે.
