દાહોદમાં છઠ્ઠી મૈયાની પૂજાને લઈ શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Featured Video Play Icon
Spread the love

દાહોદમાં છઠ્ઠી મૈયાની પૂજાને લઈ શ્રદ્ધાળુઓ ઉમટ્યા
વ્રતધારી મહિલાઓએ 36 કલાકના ઉપવાસ સાથે કરી સૂર્ય ઉપાસના
પૂજા સ્થળે પોલીસ બંદોબસ્ત અને ફાયર બ્રિગેડની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો

દાહોદમાં છઠનું તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો, દાહોદના મુવાલીયા તળાવ અને છાપ તળાવ નજીક મળેલ કૃત્રિમ તળાવ ઉપર લોકો એકત્રિત થઈને છઠ મૈયા ની પૂજા અર્ચના કરવામાં આવી,દાહોદમાં છઠનો તહેવાર ખૂબ જ ધૂમધામ થી ઉજવવામાં આવ્યો આ તહેવાર દિવાળીનો ત્યોહાર પૂરા થયા પછી છઠ પૂજા કરવામાં આવે છે આ તહેવાર ચાર દિવસનો હોય છે તે મુખ્યત્વે બિહાર, ઉત્તરપ્રદેશ, અને ઝારખંડ, રાજ્યોમાં ઉજવવામાં આવે છે આ તહેવારનું વ્રત ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે વ્રત રાખતી મહિલાઓ સતત 36 કલાક ઉપવાસ કરે છે.

પૌરાણિક કથાઓ અનુસાર છઠ્ઠી મૈયા ઘરની પૂજા સાથે ઘરમાં પ્રવેશ કરે છે અને મહિલાઓ 36 કલાકનો ઉપવાસ શરૂ કરે છે છઠના ત્રીજા દિવસે આથમતા સૂર્યને અને ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે છઠ વ્રતએ સૌથી મુશ્કેલી ઉપવાસ માનવામાં આવે છે સ્ત્રીઓ તેમના પતિ અને બાળકો માટે 36 કલાક લાંબો ઉપવાસ રાખે છે છઠપૂજા ચતુર્થી તિથિ પર ખાઈપીને શરૂ થાય છે અને સપ્તમી પર ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યા પછી સપ્પન થાય છે
બાળકો ઉપરાંત છઠનો ઉપવાસ પતિની લાંબી આયુષ્યની શુભેચ્છા સાથે રાખવામાં આવે છે તેથી આ પૂજામાં સુહાગનનું પ્રતીક સિંદૂરનું વિશેષ મહત્વ છે આ દિવસે સ્ત્રીઓ તેમના પતિ અને બાળકો માટે ખૂબ જ નિષ્ઠા અને તપસ્યા સાથે વ્રત રાખે છે હિન્દુ ધર્મના લગ્ન પછી સિંધુર ભરવું એ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે છઠ પૂજામાં મહિલાઓ નાકથી લઈને માંગ સુધી લાંબું સિંદૂર લગાવે છે એવું માનવામાં આવે છે કે માંગમાં લાંબુ સિંદૂર ભરવાથી પતિનું જીવન લાંબુ રહે છે એવું કહેવામાં આવે છે કે પરણીત મહિલાઓ આ સિંદૂર લાંબુ અને એવી રીતે લગાવવું જોઈએ કે તે બધા જોઈ શકે આ સિંદૂર કપાળથી શરૂ થવું જોઈએ અને જ્યાં સુધી માંગ હોય ત્યાં સુધી ભરી દેવું જોઈએ આવું માનવામાં આવે છે કે જે પણ સ્ત્રીઓ છઠ વ્રત સંપૂર્ણ નિયમો સાથે કરે છે છઠ મૈયા તેમના પરિવારને સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે દાહોદ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય દાહોદ શહેર વાસીઓ તેમજ અન્ય લોકો પણ છઠની પૂજા કરી હતી તો ત્યાંજ દાહોદના રેલવે કોલોની વિસ્તારમાં બી કેબીન નજીક આવેલા મકાનમાં એક મોટો કુંડ બનાવીને છઠ મૈયા ની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *