ભરૂચમાં મેઘ ઉત્સવની પરંપરા મુજબ તૈયારી શરૂ
અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાઈ
સાડા પાંચ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ
સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં ઉજવાતા મેઘઉત્સવનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ભરૂચમાં યોજાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. જે સતત દસ દિવસ સુધી ચાલશે.
ભરૂચમાં ઉજવાતો મેઘ ઉત્સવ મેઘરાજાની છડીનો ઉત્સવ ૨૫૦ વર્ષથી વધુ સમયથી ચાલતી એક અદ્ભુત અને અવિસ્મરણીય પરંપરા છે. અષાઢી ચૌદસના દિવસે મોડી રાતે ભોઇ સમાજ દ્વારા નર્મદાની માટી લાવી પ્રતિમા બનાવવાનો આરંભ કરવામાં આવે છે. જે દિવાસાની વહેલી સવારે પુર્ણ કરાય છે. મેઘરાજાની વિધિવત સ્થાપના બાદ તેને રંગરોગાન કરી શ્રાવણી પૂનમ એટલે કે બળેવના દિવસે વાઘા પહેરાવી સુશોભીત કરવામાં આવે છે. જે મનમોહક લાગી રહ્યા હતા. ભોઇ સમાજ દ્વારા મેઘરાજાના ઉત્સવની તાડામાર તૈયારીઓ આરંભાઇ છે.
ભરૂચમાં યોજાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. જે સતત દસ દિવસ સુધી ચાલશે અને શ્રાવણ વદ દશમના રોજ મેઘરાજાનું વિસર્જન કર્યા બાદ મેઘ ઉત્સવને સમાપ્ત કરવામાં આવશે. જે દરમિયાન સાતમ-આઠમ અને નોમનો ભાતીગળ મેળો પણ યોજાશે. જેમાં છડી ઉત્સવ પણ યોજાશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
