સુરતના ઉત્રાણ સ્ટેશનને સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવવાની કામગીરી શરૂ

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉત્રાણ સ્ટેશનને સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવવાની કામગીરી શરૂ
યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગનું કામ હાથ ધરાશે
કામગીરીને પગલે કેટલીક ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર થશે
આગામી દિવસોમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે

સુરતના ઉત્રાણ સ્ટેશનને સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવવાની કામગીરી શરૂ કરાઈ છે. સ્ટેશનના યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગનું કામ હાથ ધરાનાર છે, જેના પગલે મુસાફરોને આગામી દિવસોમાં કેટલીક ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફારનો સામનો કરવો પડશે.

સુરત રેલ્વે સ્ટેશન નજીક આવેલા ઉત્રાણ રેલ્વે સ્ટેશનને સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવવાની કામગીરી અંતર્ગત યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગનું કામ કરવામાં આવશે. આ કામગીરી માટે ડાઉન પ્લેટફોર્મને હંગામી ધોરણે દૂર કરવામાં આવશે. જેના કારણે 28 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2026 સુધી કુલ 34 દિવસ દરમિયાન ઉત્રાણ સ્ટેશન પર 6 પેસેન્જર અને મેમુ ટ્રેનોના સ્ટોપેજ રદ રહેશે. આ સમયગાળા દરમિયાન દૈનિક મુસાફરી કરતા મુસાફરોને અગવડતા ન પડે તે માટે રેલવે દ્વારા સુરત, સાયણ અથવા કોસંબા સ્ટેશનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. સ્ટેશનના વિકાસ અને રિમોડેલિંગની કામગીરીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મુસાફરોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક સ્ટેશનોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *