ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી, બે દેશી તમંચા સાથે બે આરોપી ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી, બે દેશી તમંચા સાથે બે આરોપી ઝડપાયા
તળાજાના દિહોર રોડ પરથી બે દેશી બનાવટના તમંચા ઝડપાયા
₹10 હજારની કિંમતના બે તમંચા સહિત મુદ્દામાલ કબજે
ઝડપાયેલા પૈકી એક આરોપી સામે અગાઉ અનેક ગુના નોંધાયેલા

ભાવનગરમાં ગેરકાયદેસર હથિયારો સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીએ બે શખ્સોને ઝડપી પાડ્યા છે. બંને પાસેથી ₹10 હજારની કિંમતના બે દેશી બનાવટના તમંચા મળી આવ્યા છે. ઝડપાયેલા પૈકી એક આરોપી સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ સહિતના અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે દિહોર જવાના રોડ પર લાકડીયાના રોડ નજીક બે શખ્સ દેશી તમંચા સાથે ઉભા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા દિલીપ ઉર્ફે સુખો બાલાભાઈ મકવાણા અને દીપક ઉર્ફે દીપભાઈ ભુપતભાઈ લાધવા મળી આવ્યા હતા. પોલીસે બંનેને ઝડપી પાડી તેમની પાસેથી લોખંડની ધાતુના બે સિંગલ બેરલ દેશી બનાવટના તમંચા કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા બંને હથિયારોની કુલ કિંમત અંદાજે ₹10 હજાર હોવાનું પોલીસે જણાવ્યું છે. ઝડપાયેલા બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી દિલીપ ઉર્ફે સુખો મકવાણા સામે અગાઉ આર્મ્સ એક્ટ, જીપી એક્ટ તેમજ હત્યાના પ્રયાસ સહિતના અનેક ગુના નોંધાયેલા છે. ગેરકાયદેસર હથિયારો સામેની આ કામગીરી ભાવનગર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *