સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ભીષણ આગ

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ભીષણ આગ
બંગાળી બસ્તી નજીક ચીંધીના ગોડાઉનમાં આગ લાગી
આગને પગલે વિસ્તારમાં મચી અફરાતફરી
ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી
આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ

સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી હોય તેમ બંગાળી બસ્તી નજીક આવેલા ચીંધીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

સુરતના ઉન પાટિયા પાસે ચીંધીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. બંગાળી બસ્તી નજીક આવેલા ગોડાઉનમાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, આગ લાગવાનું કારણ અને નુકસાન અંગેની વિગતો હજુ સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *