TET-HS મુખ્ય પરીક્ષાના પરિણામ સામે ઉમેદવારોમાં ભારે અસંતોષ

Featured Video Play Icon
Spread the love

TET-HS મુખ્ય પરીક્ષાના પરિણામ સામે ઉમેદવારોમાં ભારે અસંતોષ
મોટી સંખ્યામાં ઉમેદવારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા
પરિણામમાં વિસંગતતા હોવાનો ઉમેદવારોનો આક્ષેપ
ઉત્તરવહીઓ જાહેર કરવાની ઉમેદવારોની માંગ
રિ-ચેકિંગ અને રિ-એસેસમેન્ટની માંગ સાથે આવેદનપત્ર અપાયું
પરિણામની નિષ્પક્ષ તપાસ કરવાની ઉઠી માંગ

ટેટ એચએસ મુખ્ય પરીક્ષાના પરિણામને લઈને ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. ઉમેદવારોએ પરિણામમાં વિસંગતતાઓ હોવાનો આક્ષેપ કરી નિષ્પક્ષ તપાસ, ઉત્તરવહીઓ જાહેર કરવા અને રિ-ચેકિંગ તથા રિ-એસેસમેન્ટની માંગ ઉઠાવી છે.

ટેટ એચએસ મુખ્ય પરીક્ષાના પરિણામ સામે ઉમેદવારોનો વિરોધ સામે આવ્યો છે. સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી ઉમેદવારોએ પરિણામની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. ઉમેદવારોની મુખ્ય માંગ છે કે પરીક્ષાના બંને પેપરના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે અને દરેક ઉમેદવારની ઉત્તરવહી પણ જાહેર કરવામાં આવે. પરિણામમાં જોવા મળતી વિસંગતતાઓનો ખુલાસો કરવા સાથે ઉત્તરવહીઓનું રિ-ચેકિંગ અને રિ-એસેસમેન્ટ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત મૂલ્યાંકનના માપદંડો અને નિયમો જાહેર કરવા તેમજ પેપર તપાસનારની લાયકાત અંગે સ્પષ્ટતા કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉમેદવારોના દાવા મુજબ ટોપર્સ અને અનુભવી શિક્ષકોને પણ અપેક્ષા કરતાં ઓછા ગુણ મળ્યા છે. ત્યારે ટેટ એચએસના પરિણામમાં પારદર્શિતા જળવાય અને ઉમેદવારોને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *