સુરત રેલવે પોલીસ એસઓજીની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત રેલવે પોલીસ એસઓજીની મોટી કાર્યવાહી
એનડીપીએસ ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપી મુન્ના ઝડીયા ઝડપાયો
અમરોલી વિસ્તારમાંથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

સુરત રેલવે પોલીસની એસઓજીની ટીમે એનડીપીએસના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસતા ફરતા આરોપી મુન્ના ઝડીયાને અમરોલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

વર્ષ 2016માં સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી મુન્ના ઝડીયા છેલ્લા એક દાયકાથી પોલીસ પકડથી દૂર હતો. 43.97 લાખની કિંમતના 732 કિલોગ્રામથી વધુ ઝડપાયેલા ગાંજાના ગુનામાં વોન્ટેડ મુન્ના ઝડીયાને પકડવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની સૂચના બાદ પશ્ચિમ રેલવે વડોદરા એસઓજીની ટીમે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપી સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ એસઓજી ટીમે અમરોલી સ્થિત રિલાયન્સ સોસાયટીમાંથી મુન્ના ઝડીયાને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીને અટકાયત કરી વધુ તપાસ માટે સુરત રેલવે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *