જામનગરમાં જોખમી બાંધકામ સામે મનપાનું એક્શન
9 બિલ્ડિંગના 108 ફ્લેટને અગાઉ અપાઈ હતી નોટિસ
12 જેટલા જોખમી ભાગો દૂર કરાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત, જોખમી અને ગેરકાયદેસર બાંધકામો સામે સતત ઝુંબેશ ચલાવીને ડિમોલેશન અને નોટિસ આપવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
જામનગરમાં પાલિકા દ્રારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને અનિચ્છનીય દુર્ઘટનાઓ ટાળવા માટે મનપાની એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરિત અને અસુરક્ષિત મકાનો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. લીમડા લાઈન, કાલાવડ નાકા બહાર, વર્ધન ચોકથી માંડવી ટાવર અને સજુબા ગર્લ્સ હાઇસ્કૂલથી સુભાષ માર્કેટ જેવા મુખ્ય વિસ્તારોમાં જોખમી મકાનો અને રસ્તા પરના નડતરરૂપ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે
મનપા દ્વારા શહેરમાં જોખમી મિલકતોનો સર્વે કરીને મિલકતધારકોને અગાઉથી નોટિસ ફટકારવામાં આવે છે. જે કિસ્સાઓમાં કોર્ટ કેસ કે કાનૂની પ્રક્રિયા પેન્ડિંગ ન હોય, ત્યાં તાત્કાલિક અસરથી ડિમોલેશન હાથ ધરવામાં આવે છે. …કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
