ગુજરાતમાં કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ
3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે વધારો.
7 દિવસ તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી રહેવાની શક્યતા.
30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી-વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા

ગુજરાત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન ડાંગ જિલ્લામાં શુક્રવારે રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શુક્રવાર સાંજથી જ વાદળછાયું વાતાવરણ હતું. સાપુતારા ગિરિમથક તળેટીના ગામો, આહવા અને આસપાસના ગામોમાં રાત્રિના સમયમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ પણ આકરી ગરમી પડશે. મહત્તમ તાપમાનમાં વધારો થશે. 28 એપ્રિલથી 2 મે સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, એપ્રિલ મહિનાના અંતમાં વધુ કાળઝાળ ગરમી પડશે. આ પછી મે મહિનામાં આંધી વંટોળ સાથે રાજ્યમાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. એપ્રિલના અંતમાં તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી રહી શકે છે. 30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી-વંટોળ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 8 મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વધુ વરસાદ અને અમદાવાદ, ગાંધીનગર, વડોદરાનું હવામાન પલટાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત પણ બની શકે. જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ડાંગની સાથે નવસારી અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. નવસારીના ખેરગામ તાલુકાના રૂમલા ગામે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. ધરતીપુત્રોને કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની ભીતિ છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *