સુરતના નામાંકિત એડવોકેટ ઝમીર શેખ અને રાજુ સોનીની ધારદાર દલીલો

Featured Video Play Icon
Spread the love

સુરતના નામાંકિત એડવોકેટ ઝમીર શેખ અને રાજુ સોનીની ધારદાર દલીલો
સુરતના ચર્ચિત અપહરણ અને લૂંટના કેસમાં ૧૪ વર્ષે મોટો ચુકાદો
કોર્ટે આરોપી સોનુ રાઠોડને નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યો.

સુરતના નામાંકિત એડવોકેટ ઝમીર શેખ અને રાજુ સોનીની ધારદાર દલીલોને લઇ સેશન્સ કોર્ટે વર્ષ ૨૦૧૨ ના એક ગંભીર અપહરણ, મારપીટ અને લૂંટના કેસમાં આરોપી સોનુ ક્રિષ્ના રાઠોડને નિર્દોષ જાહેર કર્યો છે. ૧૪ વર્ષ લાંબા સમય સુધી ચાલેલા ન્યાયિક પ્રવાસમાં અંતે પુરાવાના અભાવે કોર્ટે ચુકાદો આપ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, તા. ૨૭ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ ફરિયાદી જયકિશન ખત્રી મુંબઈથી સૌરાષ્ટ્ર મેલ દ્વારા સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે બોલાચાલી કરી બળજબરીથી અપહરણ કરી સુરતના ફૂલવાડી વિસ્તારમાં ગોંધી રાખવા તથા ગોધરા લઈ જઈ ભંડારામાં કામ કરાવવા અને લૂંટ ચલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી, જે કેસ સેશન્સ કોર્ટમાં કમિટ થતાં સેશન્સ કેસ નં. ૩૩૮/૨૦૧૨ તરીકે નોંધાયો હતો. આ કેસમાં અગાઉ અન્ય આરોપીઓ વિરુદ્ધ ચૂકાદો આવી ચૂક્યો હતો, પરંતુ આરોપી સોનુ રાઠોડ નાસતો ફરતો હોવાથી તેના પ્રત્યેની ટ્રાયલ મોડી પૂર્ણ થઈ હતી. ટ્રાયલ દરમિયાન એડવોકેટ ઝમીર શેખ અને રાજુ સોનીની ધારદાર દલીલો બાદ કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓમાં તથા ફરિયાદીના નિવેદનોમાં પરસ્પર વિરોધાભાસ જોવા મળ્યો હતો. ઇજાઓ અંગેના મેડિકલ પુરાવાઓ ન હોવા, ઓળખપરેડના પંચો દ્વારા સમર્થન ન કરવામાં આવવું અને પોલીસ તપાસમાં રહેલી ક્ષતિઓને કારણે ગુનો નિઃશંકપણે સાબિત થઈ શક્યો ન હતો.ન્યાયાધીશ શ્રી પીયૂષકુમાર અશોકભાઈ પટેલે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ ૨૩૫(૧) અન્વયે આરોપી સોનુ ક્રિષ્ના રાઠોડ સામેના તમામ આક્ષેપોમાંથી તેને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો છે. સાથે જ અપીલ કોર્ટમાં હાજર રહેવા માટે રૂ. ૧૫,૦૦૦/- ના જામીન અને જાત મુચરકો રજૂ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *