હજીરા એલ એન્ડ ટી કંપનીમાં 51 ફૂટ ઊંચેથી પટકાતા 25 વર્ષીય યુવકનું મોત

Featured Video Play Icon
Spread the love

હજીરા એલ એન્ડ ટી કંપનીમાં 51 ફૂટ ઊંચેથી પટકાતા 25 વર્ષીય યુવકનું મોત
મૃતકના પરિવારજનોનો કોન્ટ્રાક્ટર સામે બેદરકારીનો આક્ષેપ
પરિવારજનોએ ન્યાય અને યોગ્ય વળતરની માંગ કરી

સુરતના હજીરા સ્થિત એલ એન્ડ ટી કંપનીમાં કામ કરતા 25 વર્ષીય યુવકનું 51 ફૂટ ઊંચેથી નીચે પટકાતા મોત નીપજ્યું છે. તો મૃતકના પરિવારજનોએ કોન્ટ્રાક્ટર સામે બેદરકારીના આક્ષેપ સાથે ન્યાય અને યોગ્ય વળતરની માંગ કરી હતી.

સુરતના હજીરાની એલ એન્ડ ટી કંપનીમાં કામદારની સુરક્ષા સામે સવાલો ઊભા થયા હોય તેમ 25 વર્ષીય નટવરગિરી ગૌસ્વામી કામ દરમિયાન 51 ફૂટ ઊંચેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. નટવરગિરી ક્રિશા કંપની મારફતે કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતો હતો. ઘટનાને પગલે પરિવારે કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ કરી ન્યાય અને યોગ્ય વળતરની માંગ કરી છે. બીજી તરફ હજીરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *