ડિંડોલીના મધુરમ સર્કલ પાસે જાહેરમાં મારામારી
જાહેર રસ્તા પરની મારામારીથી કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા
સુરતના ડિંડોલી વિસ્તારમાં મધુરમ સર્કલ પાસે કેટલાક લોકો એકબીજા સાથે મારામારી કરતા નજરે પડ્યા હતા. જાહેર રસ્તા પર થયેલી આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા હતાં.
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્ત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ જાહેરમાં મારામારીની ઘટના સામે આવી હતી. મધુરમ સર્કલ પાસે કેટલાક લોકો વચ્ચે મારામારી થતી જોવા મળી હતી. જાહેર સ્થળે આ પ્રકારની હરકતોથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ત્યારે સવાલ એ છે કે ડિંડોલી પોલીસ આ ઘટનાની તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરશે?
