દિવાળીમાં સૌરાષ્ટ્ર જવા સુરતથી એક્સ્ટ્રા એસટી બસો શરૂ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બસોને લીલી ઝંડી આપી
મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી વિશેષ વ્યવસ્થા
દિવાળીના તહેવારોમાં વતન જવા ઇચ્છતા સૌરાષ્ટ્રના મુસાફરો માટે સુરત એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને દિવાળી એક્સ્ટ્રા બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કાપોદ્રા સ્થિત સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલના ગ્રાઉન્ડ પરથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
દિવાળીના તહેવારોમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને હાલાકી ન પડે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સુરત વિભાગ દ્વારા દિવાળી એક્સ્ટ્રા બસો દોડાવવાનો પ્રારંભ કરાયો છે. કાપોદ્રા સ્થિત ધારુકાવાળા કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી સાંજે 4:45 કલાકે બસોને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, સુરતનાં મેયર માયાબેન માવાણી, ધારાસભ્યો કિશોરભાઈ કાનાણી, પ્રવીણભાઈ ઘોઘારી, કાંતિભાઈ બલર, વિનોદભાઈ મોરડીયા સહિતના રાજકીય આગેવાનો, કોર્પોરેટરો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવાળીના તહેવારોમાં વતન જવા માટે મુસાફરોને સરળ અને સુવિધાજનક પરિવહન મળી રહે તે હેતુથી આ વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી હતી.
