ફેક્ટરીમાંથી તાંબાના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો

Featured Video Play Icon
Spread the love

ફેક્ટરીમાંથી તાંબાના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો
733 કિલો તાંબાના વાયર સાથે 6 આરોપીઓ ઝડપાયા
ક્રેટા કાર અને મોબાઈલ સહિત ₹21.36 લાખનો મુદ્દામાલ કબજે
તળાજા હાઈવે પર આવેલી ખુશ્બુ મેટલ ફેક્ટરીમાં કરી હતી ચોરી
ચોરીના ગુનામાં અન્ય 5 આરોપીઓ હજુ ફરાર

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફેક્ટરીમાંથી તાંબાના વાયરની ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 733 કિલો તાંબાના વાયર, ક્રેટા કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 21 લાખ 36 હજાર 200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં અન્ય પાંચ આરોપીઓ હજુ પણ ફરાર છે.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓ શોધવાની કામગીરી દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે હિલપાર્ક ચોકડીથી સીદસર-બુધેલ રોડ પર નવા યુનિવર્સિટી કેમ્પસ નજીક એક ક્રેટા કારમાં છ શખ્સો તાંબાના વાયરો સાથે ઉભા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં છ શખ્સો તાંબાના વાયર સાથે મળી આવ્યા હતા. મુદ્દામાલ અંગે કોઈ આધાર કે બિલ રજૂ ન કરી શકતાં પોલીસે શંકાસ્પદ મિલકત કબજે કરી તમામ છ આરોપીઓની ધરપકડ કરી હતી.પોલીસની પૂછપરછમાં આરોપીઓએ આશરે 20 દિવસ પહેલાં તળાજા હાઇવે પર કોબડી ટોલનાકા નજીક આવેલી ખુશ્બુ મેટલ નામની ફેક્ટરીમાંથી તાંબાના વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ ફેક્ટરીની મોડી રાત્રે રેકી કરી માલસામાનની માહિતી મેળવતા અને ત્યારબાદ રાત્રિના સમયે ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 733 કિલો તાંબાના વાયર, એક ક્રેટા કાર અને છ મોબાઈલ ફોન સહિત કુલ 21 લાખ 36 હજાર 200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ પૈકી વિશાલ ઉર્ફે કમલેશ અને રઘુ સામે અગાઉ પણ મિલકત સંબંધી ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓની શોધખોળ ચાલુ છે. હાલ પોલીસે તમામ છ આરોપીઓને વરતેજ પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *