ભાવનગરના કાળાનાળા ચોકમાં કારનો અકસ્માત
પૂરઝડપે આવેલી કાર ડિવાઈડર પર ચડી ગઈ
અકસ્માતને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં
કાળાનાળા ચોકમાં અકસ્માતથી અફરાતફરીનો માહોલ
ભાવનગરના કાળાનાળા ચોકમાં અકસ્માત કાર સીધી ડિવાઈડર પર ચડી ગઈ લોકોના ટોળાં એકઠા થયા
ભાવનગર શહેરના કાળાનાળા ચોક વિસ્તારમાં મેડિકલ સામે આવેલા સર્કલ પર અકસ્માતની ઘટના બનતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, એક કાર અચાનક સર્કલના ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતગ્રસ્ત કાર નવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. શહેરના વ્યસ્ત કાળાનાળા ચોકમાં બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે લોકોમાં ચર્ચા જાગી હતી.
