દિવાળીએ સુરત પોલીસનું અનોખું ‘વોકલ ફોર લોકલ’ અભિયાન

Featured Video Play Icon
Spread the love

દિવાળીએ સુરત પોલીસનું અનોખું ‘વોકલ ફોર લોકલ’ અભિયાન
સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા સુરત પોલીસની પહેલ
દિવ્યાંગ બાળકો અને સિનિયર સિટિઝન મહિલાઓને પ્રોત્સાહન

દિવાળીના પર્વે સુરત પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ સ્થાનિક કારીગરોના જીવનમાં પણ ખુશીઓના દીવા પ્રગટાવી રહી છે. નાના કારીગરો, દિવ્યાંગ બાળકો અને સિનિયર સિટિઝન મહિલાઓને પ્રોત્સાહન આપવા સુરત પોલીસ દ્વારા અનોખું વોકલ ફોર લોકલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સુરત પોલીસનું દિવાળી પર્વે અનોખું અભિયાન હાથ ધરાયુ હોય તેમ પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી સેન્ટરમાં સ્થાનિક કારીગરો માટે ખાસ સ્ટોલ ઉભા કરાયા છે. કોડિયા, રંગોળી, લાઈટિંગ, દિવાળી ડેકોરેશન અને નાસ્તાની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે દિવ્યાંગ બાળકો અને સિનિયર સિટિઝન મહિલાઓએ બનાવેલી વસ્તુઓને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. 37 પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને તેમના પરિવારજનો આ સ્ટોલ પરથી ખરીદી કરશે. બે દિવસ ચાલનારા આ આયોજનમાં પોલીસ દ્વારા ખરીદેલી વસ્તુઓ ગરીબ પરિવારોને દિવાળીની ભેટ તરીકે અપાશે. આગામી દિવસોમાં શહેરના તમામ ઝોનમાં પોલીસ સ્ટેશન લેવલે પણ આવું આયોજન કરવામાં આવશે. નાના કારીગરો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવો સુરત પોલીસનો ઉમદા પ્રયાસ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *