સુરત સારોલી પોલીસને મોટી સફળતા

Featured Video Play Icon
Spread the love

સુરત સારોલી પોલીસને મોટી સફળતા
કાપડ વેપારીઓ સાથે છેતરપિંડીના ત્રણ ગુનામાં વોન્ટેડ આરોપીઓ ઝડપાયા
કાપડનો માલ લઈ રૂપિયા ચૂકવ્યા વગર ફરાર થયા હતા
સારોલી પોલીસે અમદાવાદથી આરોપીઓને ઝડપી પાડ્યા

કાપડ વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ લઈ જઈ રૂપિયા નહી ચુંકવી ઠગાઈ આચરવાના ત્રણ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને સારોલી પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યા હતાં.

ટેક્ષ્ટાઈલ સીટી સુરતના વેપારીઓ સાથે લાખો ની ઠગાઈ આચરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સુરતની સારોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે સુરતના કાપડ વેપારીઓનો સંપર્ક કરી તેઓ પાસેથી લાખોનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા નહી ચુકવી ત્રણ ત્રણ ગુનાઓને અંજામ આપનાર રહમતુલ્લાહ શેખ, વીક્કી રોહરા અને સલીમ ઐયુબ રમકડાવાલાને અમદાવાદથી ઝડપી પાડી સુરત લાવી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *