લિંબાયતના શિવાજી નગરમાં ઘરની બહારથી ખાટલો ચોરાયો
ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
હવે ઘરની બહાર પડેલા ખાટલા પણ સુરક્ષિત નહીં હોવાની ચર્ચા
સુરતના લિંબાયતમાં ચોરીની હદ થઈ ગઈ હોય તેમ હવે તો ઘરની બહાર પડેલા ખાટલા પણ સુરક્ષિત ન હોય તેમ શિવાજી નગરમાંથી ખાટલો ચોરાયો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. શિવાજી નગરમાં તસ્કર હવે મોંઘી વસ્તુઓ નહીં, પરંતુ ખાટલાની પણ ચોરી કરવા લાગ્યા છે. ખાટલો ઉઠાવીને લઈ જતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હાલ આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચર્ચા જાગી છે.
