સુરતના વરાછામાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
વરાછા પોલીસે બાઈક ચોરીના બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા
બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલાયા
બાઈક ચોરીના ગુનામાં પોલીસની કાર્યવાહી
સુરતની વરાછા પોલીસે બાઈક ચોરી કરનાર બે રીઢાઓને ઝડપી પાડી બન્નેને સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરતમાં દિવાળીના તહેવારને લઈ કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે વાહન ચોરી સહિતના ગુનાઓ અટકાવવા પોલીસ ટીમ મેદાને છે ત્યારે સુરતની વરાછા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમી અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી વરાછા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા કરણ અશોક ગજ્જર અને હાર્દિક વનરાજ પરમારને ઝડપી પાડી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
