ભાવનગર ઉમરાળા તાલુકાના પ્રાણ પ્રશ્નોની રજુઆત
મોટાભાગની શાળાઓમાં શિક્ષકની ઘટ
ફાયર સ્ટેશનના ફાયર ગાડી નહીં હોવાના ફરીયાદ
ભાવનગર સવિનય આપને જણાવવાનું કે, ઉમરાળા તાલુકાના પ્રાણ પ્રશ્નોને રજૂ કરવા અમો ઉમરાળા થી ભાવનગર શહેરમાં સુધી પદયાત્રા કરીને પહોચ્યા છીએ જે યાત્રાની મુખ્ય ચાર માંગણીઓ નીચે મુજબ છે.
(૧) કાયમી ડોક્ટર : ઉમરાળા તાલુકા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવી નથી જેના લીધે આરોગ્ય સેવા પર ખૂબ ગંભીર અસર થઈ રહી છે. તત્કાલ અહીં નિવાસી ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે. (૨) શિક્ષકોની ઘટ : તાલુકાની મોટા ભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય શિક્ષણ વ્યવસ્થા પણ ખોરવાઈ રહી છે.એક તો ઓરડાઓ ઓછા છે અને હવે શિક્ષકો પણ (૩) ફાયર સ્ટેશન : ઉમરાળા તાલુકામાં છેલ્લા બે ચાર મહિનામાં ઘણા આગના બનાવો બન્યા પરંતુ ફાયર બ્રિગેડની ગાડી ન હોવાથી જાનમાલની ભારે નુકસાની થવાની ભીતિ છે માટે તાલુકાને મધ્યસ્થ ફાયર સ્ટેશન મળે. કોઈ અઘટીત ઘટના બને તે પહેલાં વ્યવસ્થા થાય તે જરૂરી છે. (૪) ડીઝલ : ખેડૂતોને વાવણી માટે ખેડ કરવાની હોય આ સમયે જો ડીઝલ નહીં મળે તો ખેડૂત વધુ લાચાર બનશે, ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપ સુધી જવું ખરેખર શક્ય ન હોય બેરલથી ડીઝલ આપવા આપ મંજૂરી આપશો. ઉપરોકત માંગો એ અમારા તાલુકાની પાયાની સમસ્યાઓ છે અને આ પ્રરનો આપના સુધી પહોચાડવા અમો ૭૦ કિમી ચાલીને આવ્યા છીએ જો આપ સંતોષકારી કાર્યવાહી નહીં કરો તો પદયાત્રા ગાંધીનગરનો માર્ગ પકડતા પણ ક્યારેય નહીં અટકે માટે મુખ્યમંત્રીશ્રી નો સમય બચાવતા આપ જ આ વિષયને ખૂબ ગંભીરતાથી લેશો તેવી વિનંતી છે.
