સુરતના વરાછા રોડ પર મુંજાણી ટોયોટાના શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન
સમારંભમાં ગ્રાહકો માટે વિશેષ ઓફરની પણ જાહેરાત કરવામાં આવી
સુરતના વરાછા રોડ પર મુંજાણી ટોયોટાના નવા સ્ટેટ-ઓફ-ધ-આર્ટ શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટોયોટા કિર્લોસ્કરના વરિષ્ઠ અધિકારીઓ અને મુંજાણી ટોયોટા પરિવારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારંભમાં ગ્રાહકો માટે વિશેષ ઓફરની પણ જાહેરાત કરવામાં આવી હતી.
સુરત અને દક્ષિણ ગુજરાતના અગ્રણી ટોયોટા ડીલર મુંજાણી ટોયોટાએ હવે વરાછા રોડ પર પોતાના આધુનિક અને અત્યાધુનિક શોરૂમની શરૂઆત કરી છે. ટોયોટા કિર્લોસ્કરના સિનિયર અધિકારીઓ શ્રી સીમંત અરુણ સેન અને શ્રી નીરજ શર્માની ઉપસ્થિતિમાં નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટોયોટાની નવીનતમ કાર રેન્જ, આધુનિક સુવિધાઓ અને હાઈબ્રિડ ટેક્નોલોજીના ફાયદાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે હાઈબ્રિડ એસયુવી આજના સમયમાં વધુ કાર્યક્ષમ, ઇંધણ બચતવાળી અને પર્યાવરણને અનુકૂળ પસંદગી છે.
મુંજાણી ટોયોટા પરિવારે સુરતની જનતાનો વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતાં ભવિષ્યમાં વધુ ઉત્તમ અને વિશ્વસનીય સેવા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો સાથે જ ઉદ્ઘાટન નિમિત્તે ટોયોટાની કોઈપણ કારના બુકિંગ પર ખાસ લાભોની જાહેરાત કરવામાં આવી અને સુરતવાસીઓને આ વિશેષ ઓફરનો લાભ લેવા વરાછા સ્થિત નવા શોરૂમની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી હતી.
