ભાવનગર પોલીસે સોના-ચાંદીના દાગીના ચોરીનો ભેદ ઉકેલ્યો
પાંચ ઇસમોને ઝડપી ઘરફોડ ચોરીનો ગુન્હો ઉકેલ્યો
સોના-ચાંદીના દાગીના કિ.. ૭૬,૪૭૨ તથા રોકડા ૫૩,૭૩૯ સહિત કુલ કિ..૧,૫૦,૭૧૧ ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષકની સૂચનાથી પોલીસનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ. તા.૧૪/૦૭/૨૦૨૬ ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, અગાઉ ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ અજય ઉર્ફે તકિયો, નાસીરહુસૈન ઉર્ફે નાગ, લકકી ઉર્ફે બાદશાહ, શાહરૂખ ઉર્ફે બાઠીયો ઉર્ફે ભુરીયો પઠાણ અને ફારૂક કાળુભાઇ શેખ ગુરુદ્વારા સામે આવેલ ગધેડિયા ફિલ્ડની જગ્યામાં ભેગાં થયેલ છે. તેઓ પાસે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે. જે તેઓ કયાંકથી ચોરી અગર તો છળ કપટથી લાવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવતાં મુદ્દામાલ અંગે કોઇ આધાર કે બિલ હોય તો રજુ કરવા કહેતાં તેની પાસે કોઇ આધાર કે બિલ નહિ હોવાનું અને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. જે નીચે મુજબનો મુદ્દામાલ તેણે કયાંકથી ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શક પડતી મિલકત તરીકે કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવેલ. આ મુદ્દામાલ અંગે તેની વધુ પુછપરછ કરતાં આજથી આશરે પાંચેક દિવસ પહેલાં રાત્રીના એકાદ વાગ્યાથી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન બારસો મહાદેવની વાડી વિસ્તારમાં આવેલ બંધ મકાનના તાળા તોડી અંદર મકાને દરવાજાના આંકડિયા ખોલી મકાનમાંથી નીચેના રૂમના કબાટ તોડી તેમાંથી તથા ઉપરના માળે આવેલ રૂમના કબાટ તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તથા મોબાઇલ ફોન-૦૨ની ચોરી કરેલ.જે ચોરીમાં મળેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ તથા મોબાઇલ ફોન તમો પોલીસે કરેલ તે હોવાની કબુલાત કરેલ.આમ, તેઓની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
