માંડવીમાં બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી
મંત્રી ત્રિકમભાઈ છાંગા અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ હાજર રહ્યા,
783 સનદની નકલો લાભાર્થીઓને અપાઈ

ભગવાન બિરસા મુંડા ની151 ની જન્મ જયંતી નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા તથા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય. માંડવી પાલિકા ગ્રાઉન્ડ ખાતે આજરોજ ભગવાન બિરસા મુંડા ની 151મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા ના અધ્યક્ષ સ્થાને તથા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી જેમાં સવારે 9:00 કલાકે મંત્રી ત્રિકમભાઈ છાંગા તથા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા થોભણી નાકા ખાતે આવેલ ધરતી આંબા ભગવાન બિરસા મુંડાજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધોબની નાકાથી ડીજેના સથવારે રેલી સ્વરૂપે પાલિકા ગ્રાઉન્ડ ખાતે પહોંચી કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં દીપ પ્રાગટ્ય ત્રીકમભાઈ છાંગા ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર ગઢવી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ ભગવાન બિરસા મુંડાને કોટી કોટી વંદન કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ,આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા પછી આ બિરસા મુંડાજી ભગવાનને આપણી સમક્ષ મૂકવામાં આવ્યા છે નવમી ઓગસ્ટ એ આપણો આદિવાસી દિવસ નથી એ ફક્ત યુનો દ્વારા નક્કી કરવામાં આવેલ દિવસ છે જ્યારે 15મી નવેમ્બર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કરેલ દિવસ છે નવમી ઓગસ્ટ અને 15 નવેમ્બરમાં જમીન આસમાન માં ફેર છે 15 મી નવેમ્બર એટલે જનજાતિ ગૌરવ દિવસ તરીકે આપણે ઉત્સાહભેર ઉજવણી કરીએ છીએ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ ત્રિકમભાઈ છાંગા એ ભગવાન બિરસા મુંડાજીને કોટી કોટી વંદન કરી જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજી જેઓને ત્યાગ અને સમર્પણ સહનશીલતાના પ્રતીક ગણાવ્યાહતા તેમણે અંગ્રેજો સામે પણ જજુમીયા હતા અને તેમને અંગ્રેજો દ્વારા સ્લો પોઈઝન આપી તેમનો મોત નીપજાવવામાં આવ્યું હતું. તથા તેમના જીવન ઝરમર ની વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં આ પ્રસંગે 783 સનદની નકલો લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વર્ચ્યુઅલ ઉદબોધન સાંભળવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી માંડવી, મામલતદાર માંડવી અરેઠ મામલતદાર , માંડવી અને અરેઠ ના તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં માંડવી અરેઠ ના તાલુકા પંચાયતના પ્રમુખો, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, ઉપ-પ્રમુખ દિનેશભાઈ પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, આતિશભાઈ ચૌધરી, અનિલભાઈ ચૌધરી, પાલિકા પ્રમુખ અમીશાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા,કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી,કર્મચારીગણ, તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *