સચિન જીઆઈડીસી પોલીસને અકસ્માતના ગુનામાં મળી સફળતા
અકસ્માતના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પડાયો
ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો
સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી
સચીન જીઆઈડીસી પોલીસે અકસ્માતના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
સુરતના સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં ગત 11 નવેમ્બરના રોજ સાંજના સમયે રોડ નંબર 3 રાજકમલ ચોકડી પાસે બેફામ રીક્ષા ચાલકે એક આધેડને અડફેટે લેતા આધેડનુ મોત નિપજ્યુ હતું. બનાવને લઈ સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અને સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમના આધારે અકસ્માત કરી ભાગી છુટેલા રીક્ષા ચાલક રાજેન્દ્રકુમાર લાલચંદ પાલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
