સુરતમાં સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી
16 નવેમ્બર, સોમવારે લસકાણા જલારામધામ મંદિરે યોજાશે કાર્યક્રમો
કારતક સુદ સાતમના પાવન દિવસે વિવિધ ધાર્મિક આયોજનો
જન્મજયંતિને લઈને મંદિર પરિસરમાં તડામાર તૈયારીઓ શરૂ
ભક્તોમાં જલારામ બાપાની જન્મજયંતીને લઈને ભારે ઉત્સાહ

સુરતમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. કારતક સુદ સાતમ એટલે કે 16 નવેમ્બર, સોમવારના રોજ લસકાણા સ્થિત શ્રી જલારામધામ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જન્મજયંતિને લઈને મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ભક્તિ અને સેવાના સંદેશ સાથે સુરતમાં 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થશે. લસકાણા સ્થિત શ્રી જલારામધામ મંદિર ખાતે જન્મજયંતી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંગળા આરતી, પૂજા વિધિ, અન્નકૂટ દર્શન અને સંધ્યા આરતી સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી જલારામ બાપાની શોભાયાત્રાઓ પણ નીકળશે. ભક્તોની સુવિધા માટે 16, 17 અને 18 નવેમ્બર એમ સતત ત્રણ દિવસ બંને ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જન્મજયંતીને લઈને મંદિર પરિસરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાનાં દર્શન અને પ્રસાદનો લાભ લેવા ઉમટી પડશે તેવી આશા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *