સુરતમાં મનપાના કથિત કર્મચારી સામે દાદાગીરીના આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મનપાના કથિત કર્મચારી સામે દાદાગીરીના આક્ષેપ
આરોગ્ય વિભાગના કર્મચારી પર હપ્તા ઉઘરાવવાનો આરોપ
રોજીરોટી કમાતા લોકો પાસે હપ્તાની માંગણી કર્યાનો આક્ષેપ
દારૂના નશામાં મહિલાને હેરાન કર્યાનો પણ આરોપ
સ્થાનિકોએ હોબાળો મચાવી કાર્યવાહીની માંગ કરી

સુરતમાં હવે મહાનગર પાલિકાના કર્મચારી સામે પણ ગંભીર આક્ષેપો થયા હોવાના આક્ષેપો કરાયા હતાં. મનપાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા એક કથિત કર્મચારી પર સાંજ પડતાં જ રોડ પર દાદાગીરી કરવાનો અને રોજીરોટી કમાવવા મહેનત કરતા લોકો પાસે હપ્તો માંગવાનો આક્ષેપ કરાયો હતો. એટલું જ નહીં, દારૂના નશામાં એક મહિલાને હેરાન કર્યાનો પણ આક્ષેપ સાથે સ્થાનિકોએ હોબાલો મચાવ્યો હતો.

સુરતના રસ્તા પર રોજીરોટી કમાવવા મહેનત કરતા લોકો માટે મુશ્કેલી ઉભી કરનાર સામે આક્રોશ જોવા મળ્યો હતો. સુરત મનપાના આરોગ્ય વિભાગના એક કથિત કર્મચારી સામે ગંભીર આક્ષેપો કરાયા હતાં. આક્ષેપો કરાયા હતાં કે સાંજ પડતાં જ આ કર્મચારી રોડ પર જાણે પોતાનો દબદબો જમાવતો હોય તેમ લારી-ગલ્લા અને રોજગાર કરતા લોકો પાસેથી હપ્તાની માંગણી કરતો હતો. બીજી તરફ, દારૂના નશામાં એક મહિલાને હેરાન કર્યાનો પણ મહિલાએ આક્ષેપ કરાયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકો અને રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા અને પોલીસને બોલાવી કર્મચારી સામે ભારે હોબાળો કર્યો હતો. હવે સમગ્ર મામલે સવાલ એ છે કે શું મનપા તંત્ર આ આક્ષેપોની તપાસ કરશે? શું પોલીસ કર્મચારી સામે યોગ્ય કાર્યવાહી કરશે? તે જોવુ રહ્યું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *