દેશભરમાં મેટ્રોના કેબલ ચોરતી ખેકડા ગેંગ ગાંધીનગર પોલીસે ઝડપી

Featured Video Play Icon
Spread the love

દેશભરમાં મેટ્રોના કેબલ ચોરતી ખેકડા ગેંગ ગાંધીનગર પોલીસે ઝડપી
13.28 લાખની કિંમતના 23 જેટલા કેબલ કપાયા હતાં
આરોપીઓની પુછપરછમાં મોટું રેકેટ ખુલ્યું

અમદાવાદમાં શાહપુરથી ઓલ્ડ હાઇકોર્ટ વચ્ચે મેટ્રો ટ્રેક પર વીજ પુરવઠો પૂરો પાડતા કોપરના કેબલની ચોરી થઈ હતી. જેના કારણે મેટ્રો સેવા બંધ થઈ જતાં સંખ્યાબંધ મુસાફરો અટવાયા હતા. પોલીસે આ ઘટનામાં ચાર કેબલ ચોરોને ઝડપી કાર્યવાહી હાથ ધરી જેમાં મોટા રેકેટનો ખુલાસો થયો છે

અમદાવાદમાં ગાંધીનગરમાં કોબા સર્કલ મેટ્રો સ્ટેશન નજીક ચોરોએ મેટ્રોના ટ્રેકના કોપર કેબલી ચોરી કરતાં મેટ્રોની સેવામાં ફરીવાર અવરોધ સર્જાયો હતો. પહેલી જૂને મોડી રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ ટ્રેકશન પાવર કંટ્રોલરને વીજ સપ્લાયમાં ખામી જણાતા તેમણે સેક્શન એન્જિનિયરને જાણ કરી તપાસ સઘન કરાઈ હતી. પોલીસે આ ઘટનામાં ચાર કેબલ ચોરોને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે બે દિવસ પહેલા ગાંધીનગરમાં કોબા સર્કલથી જૂના કોબા મેટ્રો વચ્ચે ત્રણેક જગ્યાએથી કૂલ 13.28 લાખની કિંમતના 23 જેટલા કેબલ કપાયા હતાં. તસ્કરો દ્વારા ચોરી કરાયેલા કેબલમાં અપ અને ડાઉન બંને ટ્રેક પરના કેબલનો સમાવેશ થાય છે. ચોરો કેબલ ચોરી કરવા માટે વાયાડક્ટ બ્રિજ પરથી ચડ્યા હતાં અને તીક્ષ્ણ સાધનોથી કેબલો કાપ્યા હતાં.પોલીસે કેબલ ચોરી કરનારા ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછમાં મોટું રેકેટ ખુલે તેવી શક્યતાઓને પગલે પોલીસે આરોપીઓ પાસેથી મુદામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી જેને લઇ વિગતવાર માહિતી આપી છે

થોડા દિવસ પહેલા જ કોબા સર્કલથી જૂના કોબા વચ્ચે મેટ્રો રૂટના કેબલ કપાઈ જવાથી વહેલી સવારે અમદાવાદ તરફથી ગાંધીનગર આવતી મેટ્રો ટ્રેન કોબા સ્ટેશને અટકી ગઈ હતી.અધિકારીના જણાવ્યા પ્રમાણે મેટ્રોના ટ્રેક પરથી કેબલ ચોરી જવાથી મોડી રાત્રે ત્રણેક વાગ્યે સેવા ખોરવાઈ હતી.આ દરમિયાન મોટાભાગના મુસાફરો આઈપીએલની મેચ જોઈને ગાંધીનગર તરફ પરત ફરતા હતાં.કેબલ ચોરાયાની જાણ થતાં જ પાંચેક પીસીઆર વાન સ્થળ પર મોકલી દેવાઈ હતી. કેટલાક મુસાફરોને પોલીસની વાનમાં તેમના સ્થળ સુધી પહોંચડાયા હતાં. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *