સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે પ્રેમપ્રકરણે યુવાનની હત્યા

Featured Video Play Icon
Spread the love

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે પ્રેમપ્રકરણે યુવાનની હત્યા
હુમલાખોરો એ યુવાનને ઢોરમાર મારી સીમમાં ફેંકી ફરાર થઈ ગયા
ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડયો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે રહેતો યુવાન ગામની એક યુવતીને ભગાડી લઈ જતા યુવતીનાં ભાઈઓએ પ્રેમી પંખીડાને અમદાવાદ જિલ્લામાંથી ઝડપી લઇ યુવાનને ઢોરમાર મારી અધમૂઓ કરી ગામની સીમમાં ફેંકી ફરાર થઇ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે રહેતો અને કડીયા કામની મજૂરી કરતો ૨૭ વર્ષિય યુવાન નિલેશ રમેશભાઈ ચુડાસમા (સગર) ગામમાં જ રહેતી એક આહીર સમાજની યુવતીને લવ કરતો હોય તાજેતરમાં યુવક-યુવતી ઘરેથી ભાગી નિકળ્યા હતા અને અમદાવાદ જિલ્લાના એક ગામમાં આશરો લીધો હતો અને મૈત્રી કરાર કરી સહજીવન પસાર કરવા લાગ્યા હતા દરમ્યાન યુવતી ઘરેથી ભાગી હોય આથી તેના પરિજનો અને ભાઈઓએ શોધખોળ હાથ ધરી હતી દરમ્યાન યુવાન તથા યુવતી અમદાવાદ જિલ્લાના ગામમાં રહેતા હોવાની માહિતી મળતા યુવતીનાં ભાઈઓએ બંને પ્રેમી પંખીડાને ઝડપી લઇ યુવતીને તેના સબંધીના ઘરે મોકલી નિલેશને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ બેફામ મારમારી આહીર સમાજની માફી માંગતો વિડિયો શૂટ કરી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને બાઢડા ગામની સીમમાં ફેંકી ફરાર થઈ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ અંગે મૃતકના પરિવારે યુવતીના ભાઈઓ વિરુદ્ધ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *