અમદાવાદમાં સ્થાપના દિવસે નગર યાત્રા અને વિદ્યાર્થીઓની પરીક્ષા

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં સ્થાપના દિવસે નગર યાત્રા અને વિદ્યાર્થીઓની પરીક્ષા
એક તરફ નગરદેવી ભદ્રકાળી મંદિરથી યાત્રા
તેજ દિવસે ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાનાર છે.

અમદાવાદના 615 મા સ્થાપના દિવસે શહેરની આરાધ્ય દેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા આગામી 26 મી ફેબ્રુઆરીએ અત્યંત ધામધૂમથી નીકળશે. અને તેજ દિવસે ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાનાર છે.

અમદાવાદના 615 મા સ્થાપના દિવસે શહેરની આરાધ્ય દેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા આગામી 26 મી ફેબ્રુઆરીએ યોજાનારા છે જેને લઇ મંદિરના ટ્રસ્ટી દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, આ યાત્રામાં આ વર્ષે રાયપુર અને ખાડિયા જેવા ઐતિહાસિક વિસ્તારોને પણ રૂટમાં સામેલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આગામી વર્ષથી આ પરંપરામાં ફેરફાર કરી નગરયાત્રા મહાશિવરાત્રીના દિવસે યોજવાનું આયોજન કરવામાં આવશે. અને તેજ દિવસે ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાનાર છે. ત્યારે વિધ્યાર્થીઓએન અડચણ અને સુરક્ષાને લઇ ડીઇઓએ માહિતી આપી

આ ભવ્ય યાત્રાનો પ્રારંભ સવારે 7 વાગ્યે વેદિક મંત્રોચ્ચાર સાથે થશે. માતાજીના ગર્ભગૃહમાંથી ચલિત મૂર્તિને ભવ્ય રથમાં બિરાજમાન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિતિ રહેવાની શક્યતા છે, જેમના હસ્તે રથનું પ્રસ્થાન કરાવવામાં આવી શકે છે. શહેરના પ્રથમ નાગરિકો અને અધિકારીઓ દ્વારા માતાજીના આશીર્વાદ લઈને નગરચર્યાની શરુઆત કરાશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *