ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશન હદમાં મારામારી

Featured Video Play Icon
Spread the love

ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશન હદમાં મારામારી
આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી પોલીસ ટીમ

ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના કેસમાં આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી પોલીસ ટીમ

પોલીસ મહાનિરીક્ષકનાઓ દ્વારા અસામાજીક પ્રવૃતિને નેસ્તનાબુત કરી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ. જે અનુંસંધાને આજરોજ ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા. ૨૦ જુલાઈના રોજ પથ્થરમારો કરી ફરીયાદીની દુકાનને નુકસાન પહોંચાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે અત્રેના પોલીસ સ્ટેશનમાં તમામ આરોપી વિરૂધ્ધમાં ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયા બાદ જે તમામ આરોપીઓને પકડવા સર્વેલન્સ સ્ટાફના તથા પોલીસ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી ઝુંબેશ ચલાવતા ગણતરીની કલાકમાં ત્રણ આરોપીને ધરપકડ કરી ત્રણેય આરોપીની આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી. આરોપીઓમ શૈલેશભાઇ ધનજીભાઇ પરમાર, નરેશભાઇ ઉર્ફે મખ્ખી પ્રવિણભાઇ પરમાર, મનિષભાઈ નરેશભાઇ બારૈયા અને સન્ની રાજુભાઇ મકવાણાને પકડી પાડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *