સુરતના ઉમરામાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉમરામાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
સોનમ વાંગચુકના સમર્થનમાં રેલી કાઢતા ડિટેઇન
બોલાચાલી બાદ થયેલી ઝપાઝપીનો વીડિયો વાયરલ

સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં સોનમ વાંગચુકના સમર્થનમાં રેલી કાઢતા ડિટેઇન કરાયેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા મામલો ગરમાયો હતો. બોલાચાલી બાદ થયેલી ઝપાઝપીનો વીડિયો સામે આવતા ઘટનાએ ચર્ચા જગાવી છે.

સુરતમાં સોનમ વાંગચુકના સમર્થનમાં પ્રદર્શન કર્યા બાદ અનેક પ્રદર્શનકારીઓને ઉમરા પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ સ્ટેશનની અંદર જ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ સ્થિતિ ઉગ્ર બનતાં ઝપાઝપી સર્જાઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને પક્ષો વચ્ચે તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈને પોલીસ તરફથી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *