વરાછામાં રોડ પર કચરો ફેંકતા લોકો કેમેરામાં કેદ

Featured Video Play Icon
Spread the love

વરાછામાં રોડ પર કચરો ફેંકતા લોકો કેમેરામાં કેદ
કચરાના ઢગલામાં આગ છતાં લોકો બેદરકાર
જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે કાર્યવાહી ક્યારે?

સુરતના વરાછા વિસ્તારમાં જાહેરમાં વેસ્ટેજ કચરો ફેંકતા લોકો કેમેરામાં કેદ થયા હોય વારંવાર કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટનાઓ છતાં લોકો રોડ પર કચરો નાખતા જોવા મળ્યા હતાં.

સુરતના વરાછામાં જાહેરમાં કચરો નાખતા લોકોની બેદરકારી સામે આવી છે. રોડની સાઈડમાં વેસ્ટેજ કચરો નાખતા લોકો કેમેરામાં કેદ થયા છે. ખાસ કરીને હોટફિક્સિંગના વેસ્ટેજના ઢગલામાં અગાઉ અનેકવાર આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. છતાં લોકો દ્વારા જાહેર રસ્તા પર કચરો નાખવાનું બંધ કરવામાં આવતું નથી. કચરાના ઢગલામાં આગની ઘટનાઓ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે. લોકો રોડ પર વેસ્ટેજ કચરો ન નાખે અને કચરાનો યોગ્ય રીતે નિકાલ કરે તો આવી આગની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય છે. જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *