સલાબતપુરામાં શૌચાલય મુદ્દે કોંગ્રેસ મેદાને
દેવીપૂજક વસતી પાસે શૌચાલયની માંગ
કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવ્યું
સુરતના સલાબતપુરામાં જાહેર શૌચાલયની સુવિધાને લઈને કોંગ્રેસ મેદાને આવી હોય તેમ દેવીપૂજક વસતી નજીક તાત્કાલિક શૌચાલયની સુવિધા શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સુરતના સલાબતપુરામાં જાહેર શૌચાલય તોડી પાડ્યા બાદ ગરીબો, શ્રમિકો અને મહિલાઓને મુશ્કેલી પડી રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી સુરત મનપા કમિશનરને આવેદન પત્ર આપ્યુ હતું. અને કોંગ્રેસે જણાવ્યુ હતુ કે શૌચાલય તોડી પાડ્યા બાદ તેનું લાઈટ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જાહેર શૌચાલય બંધ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે હાલાકી સર્જાઈ રહી છે. સ્વચ્છ ભારતના દાવા વચ્ચે ગરીબ અને શ્રમિક વર્ગને મૂળભૂત શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે કોંગ્રેસે પાલિકા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. સાંભળો શુ કહે છે કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા.
