લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો
ગોધરા-નિઝર લૂંટ કેસમાં મોટી કાર્યવાહી

પંચમહાલના ગોધરા તાલુકા પોલીસ મથકમાં તેમજ નિઝર પોલીસ મથકમાં લુંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત શહેર અને જિલ્લામાં ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે પલસાણા ઈટાળવા સુર્યાશી રેસીડેન્સી ખાતેથી પંચમહાલના ગોધરા તાલુકા પોલીસ મથકમાં તેમજ નિઝર પોલીસ મથકમાં લુંટના ગુનામાં સંડોવાયેલા રીઢા ઓરિસ્સાવાસી લુંટારૂ રાહુલ ઉર્ફે શિવો શેખર પ્રધાન ને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો ગોધરા તાલુકા પોલીસ થા નિઝર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *