સુરતના બારડોલી ખાતે ધુલીયા પાસે ભંગારના ગોડાઉનમાં આગ

Featured Video Play Icon
Spread the love

સુરતના બારડોલી ખાતે ધુલીયા પાસે ભંગારના ગોડાઉનમાં આગ
તપાસની જવાબદારી બારડોલી મામલતદારને સોંપાઈ
પરવાનગી અને વીજ લાઇન મુખ્ય તપાસના મુદ્દા

સુરત જિલ્લાના બારડોલી ખાતે ધુલીયા ચારરસ્તા પાસે આવેલા ભંગારના એક ગોડાઉનમાં ગતરોજ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી.

આ ઘટનાને પગલે રહેણાંક વિસ્તારની નજીક આવેલા ગોડાઉનના સંચાલન અને સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. હવે આ સમગ્ર મામલે પ્રાંત અધિકારીએ કડક વલણ અપનાવીને તપાસના આદેશો આપ્યા છે. તપાસની જવાબદારી બારડોલી મામલતદારને સોંપાઈ પ્રાંત અધિકારીએ આ આગના બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને બારડોલીના મામલતદારને સઘન તપાસ કરવાના આદેશો આપ્યા છે. મામલતદાર કલ્પના બેન પટેલને આ આગની ઘટના સાથે સંકળાયેલી તમામ બાબતોની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. પરવાનગી અને વીજ લાઇન મુખ્ય તપાસના મુદ્દા તપાસના મુખ્ય આદેશોમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે આ ભંગારના ગોડાઉનને રહેણાંક વિસ્તારની નજીક કાર્યરત કરવા માટે જરૂરી પરવાનગીઓ (લાઈસન્સ) લેવામાં આવી હતી કે નહીં. આ ઉપરાંત, ગોડાઉનમાં લગાવવામાં આવેલી વીજ લાઇન કાયદેસર હતી કે તેમાં કોઈ ગેરરીતિ હતી, તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. બારડોલીના મામલતદાર કલ્પના બેન પટેલે આ મામલે સ્પષ્ટતા કરી છે કે, તેમની ટીમ દ્વારા તમામ પાસાઓની ગહન તપાસ કરવામાં આવશે અને જો કોઈ પણ બાબતમાં ક્ષતિ અથવા ગેરરીતિ જણાશે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દસ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં ​ઉલ્લેખનીય છે કે, આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ટીમોએ સતત દસ કલાકની ભારે જહેમત ઉઠાવી હતી. ડિસ્ટ્રીક ફાયર ઓફિસર પી. બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ ફાયરના જવાનોએ મહામુશ્કેલીએ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં, આગ ફરી ન ભભૂકી ઉઠે તે માટે ફાયરના જવાનો દ્વારા સ્થળ પર કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. આ બનાવથી સ્થાનિક વિસ્તારમાં ચિંતાનો માહોલ છે અને તપાસના અંતે તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે, તેના પર સૌની નજર ટકેલી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *