નવસારી અને જલાલપોર તાલુકામાં મોડી રાત્રિથી મેઘમહેર

Featured Video Play Icon
Spread the love

નવસારી અને જલાલપોર તાલુકામાં મોડી રાત્રિથી મેઘમહેર
આખી રાત સતત વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

નવસારી અને જલાલપોર તાલુકામાં મોડી રાત્રિથી મેઘમહેર જોવા મળી હતી. બંને તાલુકામાં આખી રાત સતત વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

સારા વરસાદની સાથે નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. શાંતાદેવી રોડ, છાપરા રોડ, દરભંગા મિલ વિસ્તાર તેમજ નવસારી રેલવે સ્ટેશનથી દાંડી અને એરુને જોડતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો. રેલવે અંડરપાસ નજીક ચેમ્બર ઓવરફ્લો થતાં ગટરનું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું. જ્યારે છાપરા રોડ વિસ્તારમાં વોટરલોગિંગના કારણે મુખ્ય માર્ગ બેટમાં ફેરવાઈ ગયો હતો વિજલપોર સ્ટેશનને જોડતા માર્ગ પર હજારો મુસાફરોની અવરજવર રહેતી હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓ અને રેલવે મારફતે નોકરીએ જતા સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં વરસાદી પાણી અને ગટરના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. શહેરમાં પાણીના યોગ્ય નિકાલ માટે મહાનગરપાલિકા નવી ગટર યોજના અમલમાં મૂકે અને ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારો કરે તેવી માંગ ઉઠી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *