સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે નવી સુવિધાનો પ્રારંભ
ઓલ્ડ ટ્રોમા સેન્ટર ખાતે નવી એક્સ-રે મશીન શરૂ
દાંતના એક્સ-રે માટે ઓપીજી મશીનની સુવિધા પણ શરૂ કરાઈ
દર્દીઓને હવે એક જ સ્થળે એક્સ-રેની વધુ સુવિધા મળશે
નવી સુવિધાથી દર્દીઓની સારવાર પ્રક્રિયા વધુ સરળ બનશે
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે ઓલ્ડ ટ્રોમા સેન્ટર ખાતે નવી એક્સ-રે અને દાંતના એક્સ-રે માટે ઓપીજી મશીનની સુવિધા શરૂ કરાઈ છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઝડપી અને સરળ સારવાર મળી રહે તે માટે નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ઓલ્ડ ટ્રોમા સેન્ટર ખાતે નવું એક્સ-રે મશીન અને દાંતના એક્સ-રે માટે ઓપીજી મશીન કાર્યરત કરાયું છે. ડેન્ટલ, ચેસ્ટ અને સર્જરી વિભાગની ઓપીડી એક જ બિલ્ડીંગમાં ચાલતી હોવાથી હવે દર્દીઓને એક્સ-રે માટે અન્ય બિલ્ડીંગમાં જવું નહીં પડે. જેથી દર્દીઓનો સમય અને દોડધામ બંને ઘટશે. હાલ સિવિલ હોસ્પિટલમાં કુલ 9 એક્સ-રે, 8થી 9 સોનોગ્રાફી અને 3 સીટી સ્કેન મશીન ઉપલબ્ધ છે. આ ઉપરાંત દર્દીઓની સુવિધા માટે વિભાગોનું પુનર્ગઠન કરાયું છે. કિડની બિલ્ડીંગમાં ઓર્થોપેડિક વિભાગની ઓપીડી, વોર્ડ, ઓપરેશન થિયેટર અને ઇમરજન્સી વિભાગને એકત્રિત કરાયા છે. જ્યારે આંખના વિભાગની તમામ સુવિધાઓ કોવિડ બિલ્ડીંગમાં એકસાથે ઉપલબ્ધ કરાઈ છે.
