સુરતમાં રોગચાળા વચ્ચે વધુ એક બાળકીનું મોત
અડાજણમાં પાંચ મહિનાની બાળકીનું ત્રણ દિવસના તાવ બાદ મોત
તાવ આવ્યા બાદ બાળકીની તબિયત લથડી
માસૂમ બાળકીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું
શહેરમાં વધતા રોગચાળા વચ્ચે આરોગ્ય વ્યવસ્થા સામે ચિંતા વ્યક્ત થઈ
સુરતમાં રોગચાળાની વચ્ચે વધુ એક બાળકીનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અડાજણમાં માત્ર પાંચ મહિનાની બાળકીનું ત્રણ દિવસના તાવ બાદ મોત નીપજ્યું હતું.
સુરતના અડાજણ વિસ્તારમાં પાંચ મહિનાની બાળકી રીયા કુમારીનું તાવ બાદ કરુણ મોત નિપજ્યુ હતું. રીયાને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો. ઘર નજીકના દવાખાનામાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે, તબિયત વધુ લથડતાં પરિવાર તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. પરિવારના જણાવ્યા મુજબ બાળકીને અગાઉ કોઈ ગંભીર બીમારી નહોતી. ત્રણ દિવસના તાવ બાદ અચાનક મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
