ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

Featured Video Play Icon
Spread the love

ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
શ્રદ્ધાળુઓથી ભરેલી ઈનોવા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી
કાર ભાગીરથી નદીમાં ખાબકતાં ચાર લોકોનાં મોતના અહેવાલ
સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત
17 વર્ષીય વેદાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર શ્રદ્ધાળુઓથી ભરેલી ઈનોવા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકીને ભાગીરથી નદીમાં પડી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ ચાર લોકોનાં મોત થયાના અહેવાલ છે. જ્યારે 17 વર્ષીય વેદાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, જ્યારે બે મહિલાઓ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

સુરતથી ચારધામની યાત્રાએ ગયેલા પટેલ પરિવાર માટે યાત્રા મોતની સફર બની ગઈ હતી. સુરતના વકીલ અશોકભાઈ પટેલ 31 ઓક્ટોબરે પત્ની, બે સંતાનો અને અન્ય સંબંધીઓ સાથે ચારધામની યાત્રાએ નીકળ્યા હતાં. દરમિયાન ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર તેમની ઈનોવા કાર અચાનક 300 મીટર ઊંડી ખીણમાં ખાબકીને ભાગીરથી નદીમાં પડી હતી. આ ભયાનક અકસ્માતમાં અશોકભાઈ પટેલ, તેમનાં પત્ની સુધાબેન અને પુત્રી રૂતિકા પટેલ સહિત કુલ ચાર લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે. જ્યારે પુત્ર વેદાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. બીજી તરફ બે મહિલાઓ હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્મતના સમાચાર સુરત પહોંચતાં જ પટેલ પરિવારની શિવાલિક રેસિડેન્સી ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે. સૌથી હૃદયદ્રાવક વાત એ છે કે પાડોશીએ પરિવારના ખબરઅંતર પૂછવા ફોન કર્યો હતો, પરંતુ સામે પોલીસ તરફથી પરિવારના સભ્યોના મોતના સમાચાર મળ્યા હતાં. પાડોશીઓના જણાવ્યા મુજબ પરિવાર ધાર્મિક સ્વભાવનો હતો. ખાસ કરીને સુધાબેન વહેલી સવારે ઊઠીને કાંતારેશ્વર મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરવા જતાં હતાં. હસતો-રમતો પરિવાર ચારધામની યાત્રાએ ગયો હતો, પરંતુ એક ગમખ્વાર અકસ્માતે પરિવારની ખુશીઓ છીનવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *