સુરતમાં ઉધના-નવસારી રોડ પર અકસ્માત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઉધના-નવસારી રોડ પર અકસ્માત
રોડ પર બહાર નીકળેલી લોખંડની અણીદાર એંગલ બની અકસ્માતનું કારણ
લોખંડની એંગલમાં ટેમ્પાનું ટાયર ફસાતાં ટેમ્પો પલટી ગયો
અકસ્માતમાં ટેમ્પાચાલક સહિત ત્રણ લોકોને ઈજા
રોડ પર જોખમી રીતે બહાર નીકળેલી એંગલ સામે સવાલો ઉઠ્યા

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધના-નવસારી રોડ પર લોખંડની અણીદાર એંગલ અકસ્માતનું કારણ હતી. રોડ પર બહાર નીકળેલી લોખંડની એંગલમાં ટેમ્પાનું ટાયર ફસાતાં ટેમ્પો પલટી ગયો હતો. અકસ્માતમાં ચાલક સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી છે.

સુરતના ઉધના-નવસારી રોડ પર મનપાની બેદરકારી સામે આવી હોવાના આક્ષેપો કરાયા છે. વાત એમ છે કે બીઆરટીએસના બેરીકેટ હટાવ્યા બાદ રોડ પર લોખંડની એંગલ બહાર રહી ગઈ હતી. આ અણીદાર એંગલમાં ટેમ્પાનું ટાયર ફસાતાં ટેમ્પો પલટી મારી ગયો હતો. અકસ્મતમાં ચાલક સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે ટેમ્પામાં ભરેલા ફ્રુટનો સામાન રોડ પર વેરાઈ જતાં મોટું નુકસાન થયું હતું. અકસ્મતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.  સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે રોડ પર બહાર નીકળેલી આ ખતરનાક લોખંડની એંગલના કારણે અગાઉ પણ અકસ્માતો સર્જાયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ એંગલ દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકો અને સ્થાનિકોએ માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *