સુરતની ઉત્રાણ પોલીસે ઘરફોડ ચોરીના ફરાર આરોપીએન ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે ઘરફોડ ચોરીના ફરાર આરોપીએન ઝડપ્યો
રીઢા ઘરફોડ ચોરોને કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યો
અનીલકુમાર કૌશલ અને ઈમરાનઅલી શાહને ઝડપી પાડ્યો

સુરતની ઉત્રાણ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા ઘરફોડ ચોરોને કલાકોમાં જ પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ ડીડી રાઠોડની ટીમના અહેકો હરપાલસિંહ અને અપોકો ઈન્દ્રજીતસિંહને મળેલી બાતમીના આધારે ઉત્રાણ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરો મુળ યુપીના અને હાલ અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા અનીલકુમાર કૌશલ અને ઈમરાનઅલી શાહને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ 3.6 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *