ડિંડોલીમાં પાવભાજીની ડિશમાંથી જંતુ નીકળ્યાનો આક્ષેપ
ડિંડોલીની ઉમિયા પાવભાજી એન્ડ ચાઇનીઝમાં સ્વચ્છતા સામે સવાલો
ગ્રાહકની પાવભાજીની ડિશમાંથી જંતુ નીકળ્યાનો આક્ષેપ
ખાણીપીણીની દુકાનમાં સ્વચ્છતા જળવાય છે કે નહીં તે અંગે સવાલો ઉઠ્યા
સુરતના ડિંડોલીમાં ખાણીપીણીની દુકાનની સ્વચ્છતાને લઈને સવાલો ઊભા થયા હોય તેમ ઉમિયા પાવભાજી એન્ડ ચાઇનીઝમાં ગ્રાહકની પાવભાજીની ડિશમાંથી જંતુ નીકળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્વાદપ્રિય સુરતીઓને સ્વાદના નામે ગ્રાહકોના આરોગ્ય સાથે બાંધછોડ થઈ રહી હોય તેમ સુરતના ડિંડોલીમાં આવેલી ઉમિયા પાવભાજી એન્ડ ચાઇનીઝમાં ગ્રાહકની પાવભાજીની ડિશમાંથી જંતુ નીકળ્યાનો આક્ષેપ સામે આવ્યો છે. ઘટનાને પગલે દુકાનની સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન સામે સવાલો ઊઠ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ફૂડ વિભાગ આ મામલે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરે છે કે કેમ?
