ભાવનગરના ટ્રાફિક જવાને ઈમાનદારીની મિસાલ પૂરી પાડી

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના ટ્રાફિક જવાને ઈમાનદારીની મિસાલ પૂરી પાડી
રસ્તા પર મળી આવેલું વોલેટ મૂળ માલિકને પરત કર્યું
વોલેટ પરત કરી ટ્રાફિક જવાને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
ટ્રાફિક જવાનની ઈમાનદારીની થઈ રહી છે પ્રશંસા

ઈમાનદારીની મિસાલ : ભાવનગરના ટ્રાફિક જવાને રસ્તા પર મળેલું વોલેટ મૂળ માલિકને પરત કર્યું

ફરજ સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ભાવનગરના ટ્રાફિક જવાનોને રસ્તા પર મળી આવેલું વોલેટ તેના મૂળ માલિકને પરત કરી ઈમાનદારીની સરાહનીય કામગીરી કરી છે. મળતી માહિતી મુજબ, જુનાગઢના વતની સિદ્ધાર્થભાઈનું વોલેટ ભાવનગર શહેરમાં રસ્તા પર પડી ગયું હતું. ફરજ પર હાજર ટ્રાફિક જવાનને આ વોલેટ મળી આવતાં તેમણે વોલેટમાં રહેલી વિગતોના આધારે મૂળ માલિકનો સંપર્ક નંબર મેળવી સિદ્ધાર્થભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વોલેટમાં રહેલી અંદાજે રૂપિયા ૫,૦૦૦ જેટલી રોકડ રકમ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સહિત વોલેટ મૂળ માલિકને પરત સોંપ્યું હતું. ટ્રાફિક જવાનની આ પ્રમાણિકતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની સરાહના થઈ રહી છે. આ કામગીરી પોલીસ પ્રત્યે વિશ્વાસ અને માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *