સુરત રાંદેર પોલીસને મોટી સફળતા
સાત ઘરફોડ ચોરી અને એક વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો આફતાબ ઝડપાયો
રીઢા ચોરની રાંદેર પોલીસે ધરપકડ કરી
આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરાયો
સુરતની રાંદેર પોલીસે સાત સાત ઘરફોડ ચોરી અને એક વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરને આફતાબને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં દિવાળી સમયે ચોરી અને ઘરફોડ ચોરી સહિતના ગુનાઓ અટકાવવા પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલી સુચનાને લઈ રાંદેર પોલીસ દ્વારા પોલીસ પોતાના વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારી દેવામાં આવ્યુ હતુ ત્યારે રાંદેર પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મંદની સોસાયટીના ગેટ પાસેથી રીઢા ચોર આફતાબ ખાન ઉર્ફે બાચકાંડો પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા રીઢાએ પોતાની પાસેની મોપેડ ચોરીની હોવાની કબુલાત કરી હતી. જ્યારે પોલીસેરીઢાની કડક પુછપરછ કરતા રીઢાએ સાત ઘરફોડ ચોરીને અઅંજામ આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે આઠ ગુનાના ભેદ ઉકેલી કાઢી વધુ તપાસ હાથ ધરી હતી.
