સુરત સરદાર બ્રિજ પરથી યુવકની તાપીમાં છલાંગ

Featured Video Play Icon
Spread the love

સુરત સરદાર બ્રિજ પરથી યુવકની તાપીમાં છલાંગ
સરદાર બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું
ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર
પોલીસ અને ફાયર વિભાગનો કાફલો સ્થળે દોડી ગયો

સુરતમાં સરદાર બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સુરતના સરદાર બ્રિજ પરથી એક અજાણ્યા યુવકે તાપી નદીમાં છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. યુવકે નદીમાં ઝંપલાવતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. બીજી તરફ ફાયર વિભાગની ટીમે પણ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી યુવકની શોધખોળ શરૂ કરી છે. હાલ યુવકની ઓળખ અને નદીમાં છલાંગ લગાવવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *