ભાવનગરમાં પોલીસનું મેગા ફૂટ પેટ્રોલિંગ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં પોલીસનું મેગા ફૂટ પેટ્રોલિંગ
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ એક્શનમાં
અસામાજિક તત્વો અને બુટલેગરો પર અંકુશ લાવવા કવાયત
શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ
ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી

ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વો અને બુટલેગરો પર અંકુશ લાવવા ભાવનગર પોલીસ દ્વારા મેગા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

શહેરના અલકા ટોકીઝ, ચાવડી ગેટ, વડવા તલાવડી, વડવા વાસણ ઘાટ અને શેલાલશા ચોક સહિતના વિસ્તારોમાં પોલીસના મોટા કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં ભાવનગર સિટી ડીવાયએસપી સહિત 5 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 10 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ દ્વારા આગામી દિવસોમાં શહેરના તમામ વિસ્તારોમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના રહેઠાણો પર ચેકિંગ હાથ ધરવામાં આવશે. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *