સુરત આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર કારમાં અચાનક આગ

Featured Video Play Icon
Spread the love

સુરત આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર કારમાં અચાનક આગ
હોન્ડા કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ
કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ
GISFના બે જવાનોની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
ફાયર સેફ્ટીની બોટલો વડે જવાનોએ આગ પર મેળવ્યો કાબૂ

સુરત આરટીઓખાતે જીઆઈએસએફના બે જવાનોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોય તેમ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર અચાનક એક હોન્ડા કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં બે વ્યક્તિઓ સવાર હતા. જોકે જીઆઈએસએફના બે જવાનોએ જીવના જોખમે ફાયર સેફ્ટીની બોટલો વડે આગ પર કાબૂ મેળવી બંનેનો આબાદ બચાવ કર્યો હતો.

સુરત આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેસ્ટ ટ્રેક પર દોડી રહેલી હોન્ડા કારના આગળના ભાગમાં એલઈડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. કારમાં સવાર બે વ્યક્તિઓએ બૂમાબૂમ કરતાં જ ફરજ પરના જીઆઈએસએફના જવાનો સતીશભાઈ વસાવા અને બીપીનભાઈ વસાવા તાત્કાલિક મદદે દોડી આવ્યા હતાં. બંને જવાનોએ સમય ગુમાવ્યા વિના ફાયર સેફ્ટીની બોટલોનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ખાસ વાત એ છે કે એક વર્ષ પહેલાં લીધેલી ફાયર ફાઇટિંગની તાલીમ આજે બે વ્યક્તિઓના જીવ બચાવવામાં કામ આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *