આગામી ત્રણ કલાકમાં ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ
62 થી 87 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય એવી શક્યતા છે. એની અસર ગુજરાત પર પણ જોવા મળશે.
ગુજરાત પર હાલ એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સુરતના અડાજણ, પાલ, રાંદેર અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે આગાહી કરી છે, જેમાં ગુજરાત રાજ્યના જિલ્લાઓ જેમ કે ગીર-સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ 62-87 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે વાવાઝોડા સાથે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે
41-61 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે મધ્યમ વાવાઝોડા અને ગાજવીજ સાથે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગરહવેલી જેવા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય દાદરા નગરહવેલી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, આનંદ, ખેરા, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે. તે સિવાય મોરબી, સુરેન્દ્રનગર, મહિસાગર જેમાં હળવા વરસાદ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી